ભારતીય નૌકાદળનું ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ ‘આઈએનએસ ત્રિકંદ’ દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની ચાલુ જમાવટના ભાગરૂપે 7 એપ્રિલ, 2026ના રોજ કેન્યાના મોમ્બાસા બંદરે પહોંચ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને કેન્યા વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ સશક્ત કરવાનું છે.
આ પોર્ટ કોલ પશ્ચિમ નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનની કેન્યા મુલાકાત સાથે સુસંગત છે.
જહાજના રોકાણ દરમિયાન વિવિધ વ્યાવસાયિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, જરૂરી સ્ટોર્સ કેન્યા સંરક્ષણ દળોને સોંપવામાં આવશે. જહાજના કમાન્ડિંગ ઓફિસર દ્વારા કેન્યાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે પણ મુલાકાત યોજાશે.
મોમ્બાસાથી પ્રસ્થાન બાદ ‘આઈએનએસ ત્રિકંદ’ કેન્યા નૌકાદળના જહાજો સાથે પેસેજ એક્સરસાઇઝ (PASSEX)માં ભાગ લેશે. આ કવાયત દ્વારા બંને દેશોના નૌકાદળ વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન થશે અને આંતરસંચાલન ક્ષમતામાં વધારો થશે.
આ પોર્ટ કોલ ભારતના ‘MAHASAGAR’ વિઝન સાથે સુસંગત છે, જે ક્ષેત્રમાં સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સહયોગને પ્રોત્સાહન આપે છે.


