ભાયંદર પશ્ચિમમાં આવેલી હવેલીમાં પાટોત્સવ નિમિત્તે ભગવાનને પરંપરાગત રીતે છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તિભાવનો વિશેષ માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.
આ આયોજનમાં નીલા પ્રવીણ વોરા મનોરથી તરીકે રહ્યા હતા. પ્રસંગે વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો. 108 શ્રી ધ્રુમિલકુમારજી પધાર્યા હતા. તેમણે આરતી કરીને ભગવાનને ભોગ અર્પણ કર્યો તેમજ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપ્યા.
આ પહેલા હવેલીમાં પરંપરાગત રીતે મટકી ફોડીને કાન્હાનું પારણું ઝૂલાવવામાં આવ્યું હતું, તેવી માહિતી પ્રવીણ વોરાએ આપી હતી.




