ભાયંદર પશ્ચિમમાં આવેલી ગોવર્ધનજીની હવેલીમાં પાટોત્સવ અને રાજતિલક સાથે બાલકૃષ્ણ જન્મોત્સવ ભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે પરંપરાગત રીતે મટકી ફોડીને નંદલાલના જન્મનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.
હવેલીમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો અને ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ વિધિ-વિધાન યોજાયા.
આગામી શનિવાર, 11 એપ્રિલના રોજ અહીં નંદમહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો. 108 શ્રી દ્રુમિલકુમારજીના પાવન આગમનથી કાર્યક્રમને વિશેષ મહત્ત્વ મળશે.


