ૐ ના ૧૨૭૨થી અદ્ભૂત ચિત્રો કલેક્શનમાં : સરદાર પટેલની ૫૦૦૦
પ્રતિમાઓ બનાવી
સતીષ સોની મુંબઈ
મૂળ ગુજરાતના કલાકાર જીવ બાબુભાઇ ધાનાણી આજે ૬૭ વર્ષની ઉંમરે પણ એટલીજ નિષ્ઠાથી કોઈના સ્વ્પ્નને આબેહૂબ મૂર્તિ જ ચિત્રોમાં ઉતારે છે. ખેડૂત પરિવારના બાબુભાઈને પહેલેથી જ માટી અને રંગમાં રસ હતો એટલેજ હળ ની બદલે હાથમા માટી અને પીંછી પકડી. ગુજરાતમાં અભ્યાસ કર્યાં બાદ મુંબઈની વાટ પકડી અને શરૂ થઈ તેમની સફર. તેમનું એકઃ ચિત્ર ૩. ૫૧ કરોડ રૂપિયામાં બિઝનેસમેન દ્વારા ખરીદવામાં આવી જે એકઃ રેકોર્ડ છે.
જેજે સ્કૂલ ઓફ આર્ટસમાંથી અભ્યાસ કરવાની સાથે મુંબઈના કેટલાક દૈનિકમાં પણ કામ કર્યું. ચર્ચગેટની એમ્બેસેડર હોટેલમાં પણ મિત્રો સાથે ગ્લાસ મિનિએચર પેઇન્ટિંગ કર્યું.
બાબુભાઇ ખાસ તો ૐ થી પ્રભાવિત થયા છે તેમણે ૐ નો નાદ સ્પષ્ટપણે દેખાય તેવા ૧૨૭૨થી વધુ ચિત્રો બનાવ્યા છે તો રાધાકૃષ્ણ અને કલ્પવૃક્ષ અને જળપરીના પણ સુંદર ચિત્રો છે. એક જ લાકડામાંથી બનાવેલી ગણપતિની મૂર્તિ આંખ ઠારે છે. આવા તો અસંખ્ય ચિત્રો જેની કિંમત લાખો રૂપિયા થાય તેમના સંગ્રહમાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ રત્ન ટાટા અબ્દુલ કલામ ની મૂર્તિઓ જોતા જ જાણે હમણાં બોલી ઉઠશે તેમ લાગે છે. રૂપેરીઆલમમાં તેમની કલા દર્શાવી અનેક સેલિબ્રેટીને પ્રભાવિત કર્યા છે. જો કે મૂળ કલાકારનો જીવ એટલે કોઈની સાડીબાર રાખે નહીં અને ખુમારિભરી તુમાખી. સતત કંઈક નવું કરવા તેઓ તૈયાર હોય છે. માનવીના ચહેરાના હાવભાવ આબેહૂબ મૂર્તિ અને ચિત્રોમાં ઉતારતા બાબુભાઇ કુદરતપ્રેમી પણ છે જ. જીવનની આ દોડ મા સતત હસતા રહેતા બાબુભાઇ તેમની મૂર્તિ અને ચિત્રોમાં સંદેશની સાથેસાથે તેમના કદરદાનની આંખમાં સંતોષ જોવે એટલે નિર્મળ હસી પડે.









