

મુંબઈ, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: “અમે પ્રયાગરાજથી મહાકુંભનું પવિત્ર જળ લાવ્યા છીએ અને બોરીવલીના તમામ સનાતનીઓ માટે અને બોરીવલીમાં મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજ જવાથી વંચિત રહેલા લોકો માટે સ્નાન અને પીવાના પાણીની વ્યવસ્થા કરી છે”
બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “બોરીવલી ભાજપના મહામંત્રી દિનેશ ઝાલા પોતે પ્રયાગરાજ ગયા હતા અને 30 હજાર લિટર પવિત્ર જળ લાવ્યા હતા અને ગોસ્વામી કુલ આચાર્ય શ્રી વ્રજપ્રિયા જી મુરલીધર જી (છોટે બાવા શ્રી) ની પ્રેરણાથી, અમે 26 ફેબ્રુઆરી બુધવારે સવારે 6 વાગ્યે ભવ્ય કળશ યાત્રા દ્વારા કોર સેન્ટર ગ્રાઉન્ડ નંબર 5 પહોંચીશું. અને કોર સેન્ટર ગ્રાઉન્ડ પર 7 થી 10 વાગ્યા સુધી સ્નાન અને આચમનની વ્યવસ્થા કરવામાં આવી છે.”
અંતે, પત્રકારોના પ્રશ્નોના જવાબમાં શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન મહારાજશ્રીના અમૃત વચન અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.