0

Share

પાકિસ્તાનની ખસ્તા હાલમ માટે જવાબદાર કોણ ?

Post details:


રાજકારણના સંકટે જનતાની હાલત ખરાબ કરી નાખી છે. હાલ પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની અસર દેશના દરેક વર્ગના લોકો પર પડી રહી છે. કથળતી જતી અર્થવ્યવસ્થા માટે લોકો દેશના વર્તમાન રાજકીય સંકટને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ શું નેતા પણ આ વાત માને છે કે ખરાબ થતી જતી પરિસ્થિતિમાં તેઓ જાતે જ જવાબદાર છે? દેખીતું છે કે પાકિસ્તાન પર આવી પડેલા આર્થિક સંકટની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. કેટલાક વિરોધીઓને આ સમસ્યાનું મૂળ ગણાવે છે તો અમુક સમજાવે છે કે આ બધું સત્તાધારીઓનાં કર્મનું ફળ છે. તેમજ અમુક જગ્યાઓએ ઇશારા-ઇશારામાં જ ન્યાયતંત્રની વાત પણ કરાઈ રહી છે. આયાત આધારિત અર્થતંત્ર હોવા છતાં હાલ પાકિસ્તાન પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર એટલો નથી કે કાચો માલ ખરીદી શકાય. હવે રમજાન માસ બાદ પાકિસ્તાનના હાથમાંથી નીકળી જશે અને પરિસ્થિતિ એટલી બગડી જશે કે કર્મચારીઓને છૂટા કરવા પડશે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં હાલના રાજકીય સંકટની શરૂઆત એ સમયે થઈ જ્યારે ગત વર્ષે ઇમરાન ખાને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો અને તેમની સરકારે સત્તાની બહાર થવું પડ્યું. એ સમયથી જ દેશમાં પ્રદર્શન, હંગામા અને અવિશ્વાસની સ્થિતિ જોવા મળી રહી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો એક અમેરિકન ડૉલરની કીંમત વધીને 300 પાકિસ્તાની રૂપિયા સુધી થઈ ચૂકી છે. દેશમાં મોંઘવારી દરમાં રેકૉર્ડ વધારો થયો છે. માર્ચ 2023માં મોંઘવારી દર 46 ટકા સુધી પહોંચી ગયો હતો. પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે સામાન્ય લોકોએ લોટના એક થેલા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોતાં ઊભા રહેવું પડે છે. રોટી માટે લાગેલી લાંબી કતારોમાં નાસભાગ થવાને કારણે અત્યાર સુધી ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. પરંતુ આ પ્રશ્ન જ્યારે નેતાઓ સામે રખાયો ત્યારે તેમના જવાબમાં ક્યાંય કોઈ જવાબદારી સ્વીકારતા હોય તેવું ન જોવા મળ્યું. ઊલટું એકબીજા પર આ મામલે આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ થઈ ગયું. વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હાલમાં જ રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં મુક્ત મને ઇસ્ટેબ્લિશમૅન્ટને નિશાન બનાવી હતી અને કહ્યું કે ઇસ્ટેબ્લિશમૅન્ટનાં કર્મોની સજા નેતાઓ અને દેશને ભોગવવી પડી રહી છે. કંઈક આ જ પ્રકારની વાત રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના સભ્ય અલી વઝીરે પણ જણાવી અને કહ્યું કે ગઠબંધનવાળી એ સરકારના પ્રતિનિધિ છે જે હાલ સત્તામાં છે પરંતુ તેઓ આ સરકારના સિક્યૉરિટી ઇસ્ટાબ્લિશમૅન્ટ સાથેના ગઠબંધનના વિરોધમાં છે. તેમની વાત માનીએ તો તેઓ વડા પ્રધાનને મળવા માટે ઘણી વાર વિનંતી કરી ચૂક્યા છે જેથી તેઓ તેમને એ વાયદા યાદ અપાવી શકે જે લોકો સાથે કરાયા છે. તેમનો ઇશારો રાજકીય ગઠબંધનના સૈન્ય ઇસ્ટાબ્લિશમૅન્ટ સાથે ગઠબંધન ન કરવાના વડા પ્રધાનના વાયદા તરફ હતો. દેશના હાલના સંકટમાંથી નીકળવાનો ઉપાય પણ સૈન્ય પ્રતિષ્ઠાનને રાજકારણથી દૂર કરવાથી મળશે. પાકિસ્તાનમાં ચૂંટણી થશે કે નહીં, જલદી યોજાશે કે તેમાં મોડું થશે, આ તમા પ્રશ્નોના જવાબ કોઈની પાસે નથી. પરંતુ આ સવાલો વચ્ચે દેશમાં ગરીબ, મિડલ ક્લાસ અને હવે તો સાધનસંપન્ન વર્ગ પણ ઝડપથી આર્થિક સંકટ તરફ આગળ વધતા જઈ રહ્યા છે…


ree







#news #gujaratinews #India #government #politics #pakistanieconomy #economy #dollar #rupee #Pakistan #recession #inflation #foreignexchange #importexport #Imrankhan #protest #nationalassembly #pakistanigovernment #crisis #finance #financialcrisis

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.