0

Share

*પદ્મશ્રી દિવાળી બેન ભીલનાં ૨ જુન નાં જન્મ દિવસે તેમની પ્રતિમા જૂનાગઢ નગર પાલિકા ને સોંપવામાં આવશે: હાર્દિક હુંડિયા*

Post details:

ree


દિવાળીબેન ના જન્મ દિવસે દિવાળીમય બનશે જુનાગઢ


જૂનાગઢ નો વણઝારી ચોક દિવાળી બેન ભીલના લોક ગાયન અને ગુજરાતી ગરબા ગીતોનું કાર્યસ્થળ છે. તારીખ ૨ જી જુને વણઝારી ચોક થી આદરણીય દિવાળી બેન ભીલ ની પ્રતિમા સવારે ૧૦-૩૦ વાગે બેન્ડ વાજા અને બગી માં આ શોભા યાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ૧૨-૩૯ વાગે પહોંચી ને ત્યાં મૂર્તિ સોંપવામાં આવશે.

મુંબઈમાં સ્ટાર રિપોર્ટ મેગેઝિનની ઓફિસમાં પદ્મશ્રી દિવાળી બેન ભીલની પુણ્યતિથિ નીમીત્તે ૧૯ મેં નાં રોજ તેમની પ્રતિમાનું હીરા માણેક ગ્રુપ ના હાર્દિક હુંડિયા ના શુભ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. પુરી ઓફિસ તેમના લોકપ્રિય ગીત મારે ટોડલે બેઠો મોરની થીમ પર મોર મુકી ને ડિઝાઇન કરવામાં આવી હતી અને ત્યાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ઓળખ અને સંસ્કૃતિને હંમેશા માથા પર પલ્લું માં રાખનાર અને દેશને ગૌરવ અપાવનાર આદરણીય દિવાળી બેન ભીલની પ્રતિમા હીરા માણેક ગ્રુપના સ્થાપક હાર્દિક હુંડિયા દ્વારા જૂનાગઢ નગરપાલિકા ને સોંપવામા આવશે અને સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં સ્થાપિત કરવામાં આવશે અને તે ચોકનું નામ દિવાળી બેન ભીલ ચોક રાખવામાં આવશે.

જૂનાગઢમાં માતૃ વંદના કાર્યક્રમ દરમિયાન હાર્દિક હુંડિયા અને સુનિતા હુંડિયાએ આદરણીય દિવાળી બેનના પગ દૂધથી ધોઈને તેમનું સન્માન કર્યું હતું અને ત્યારે તેઓએ તેમનું લોકપ્રિય ગીત મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે ગાયું હતું….સંતો, મહંતો અને લોક કલાકારોની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં તેમનો આગામી જન્મ થાય એમ કહીને હાર્દિક ભાઈએ કહ્યું કે જ્યારે તેઓ દિવાળી બેનને મળ્યા ત્યારે તેમને એવું લાગ્યું કે જાણે તેમણે ભગવાન રામની ભક્ત માતા શબરીને જોયા છે. આદિવાસી મહિલા આદરણીય દિવાળી બેન ભીલે તેમના જીવનકાળમાં હજારો લોકગીતો અને ભજનો ગાઈને વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે. તારીખ ૨ જુન પદ્મશ્રી દિવાળીબેન ભીલ નો જન્મદિવસ છે અને આવા રૂડા દિવસે તેમની પ્રતિમા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સોંપી ને અતિ શીઘ્ર આ પ્રતિમા તેમના સ્થાને બસ સ્ટેન્ડ ચોક ઉપર સ્થાપિત થાય અને તે ચોક નું નામ દિવાળી બેન ભીલ ચોક આપી ને આ અલૌકિક કાર્ય પુર્ણ કરવા માં આવે તેવી વિનંતી કોર્પોરેશન ને કરવામાં આવશે.

હાર્દિક ભાઈ હુંડિયાએ જૂનાગઢ નગરપાલિકાના તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે આ પ્રતિમા આદરણીય દિવાળી બેનને યુગો સુધી અમરત્વ પ્રદાન કરશે.

આ અવસરે પ્રસિદ્ધ લોક કલાકારો એ હીરા માણેક ગ્રુપ નાં સંસ્થાપક હાર્દિક હુંડીયા ને આ ઉતમ કાર્ય માટે શુભકામના આપી ને તેમનો રાજીપો વ્યક્ત કરતા પદ્મશ્રી દિવાળી બેન ભીલ માટે નાં સુંદર વિચારો વ્યક્ત કરીયા છે. સ્વ.હેમુ ભાઈ ગઢવી ના પુત્ર બિહારી ભાઈ ગઢવીએ કહ્યું કે મારા પિતાશ્રી સ્વ.હેમુભાઈ ગઢવી એ આદરણીય દિવાળીબેન ભીલની શોધ કરી હતી. વણઝારી ચોકમાં તેમનો અવાજ સાંભળીને હેમુ ભાઈ તેમને રાજકોટ આકાશવાણી લઈ ગયા અને અહીંથી તેમની સંગીત યાત્રા વિશ્વ વિખ્યાત બની, એમ કહીને સ્વ. હેમુ ભાઈ ગઢવીના પુત્ર બિહારી ભાઈ ગઢવીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે મને તેમની સાથે ભારત અને વિદેશમાં પરફોર્મ કરવાની તક મળી, હું તેમને દિવાળી ફૈબા કહેતો હતો. જૂનાગઢમાં આદરણીય દિવાળી બેન ભીલની પ્રતિમા સ્થાપિત કરવા બદલ હીરા માણેક ગ્રુપ અને હાર્દિક ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. પદ્મશ્રી હેમંત ચૌહાણે કહ્યું કે આપણા સૌના લોક લાડીલા વિશ્વપ્રસિદ્ધ દિવાળી બેન ભીલની પ્રતિમા જૂનાગઢમાં સ્થાપિત કરવા માં આવી રહી છે તે ખરેખર આનંદની વાત છે. લોકગાયક મંગલ ચૌહાણ એ કહ્યું કે બાળપણ માં જેમની આગંળી પકડી ને આ લોક સંગીત નાં મંચ ઉપર આવવા નો મોકો મળ્યો છે તેવા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ની પ્રતિમા જુનાગઢ ખાતે મુકવામાં આવી રહી છે તે ખરેખર આનંદ ની અનુભૂતિ કરાવે છે. લોક ગાયક પંકજ દવે એ કહ્યું કે મારા મોટા બાપુજી શ્રી બાલ કૃષ્ણ ભાઈ દવે અને પદ્મશ્રી દિવાળીબેને ખુબ જ કાર્યક્રમ સાથે કરીયા છે અને મને પણ અવસર મળ્યો છે. તે મારા માટે સૌભાગ્યની વાત છે. લોકગાયક માલદે આહીરે જણાવ્યું કે આદરણીય દિવાળી બેન ગુજરાત નાં પ્રથમ લોકગાયિકા છે અને મેં લોકગાયક તરીકે નાં શ્રી ગણેશ દિવાળી બેન ની સાથે શરૂ કરેલ છે.

ભારત સરકાર નાં પૂર્વ મંત્રી ડો. વલ્લભ ભાઈ કથીરીયા એ જુનાગઢ ખાતે પદ્મશ્રી દિવાળીબેન ભીલ ની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે તે બદલ તેઓ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા છે.તેઓએ હાર્દિક ભાઈ અને હીરા માણેક ટીમ ને શુભેચ્છા પાઠવી હતી. વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધારશી બરેડીયા એ જણાવ્યું કે પદ્મશ્રી દિવાળીબેન ભીલ ગુજરાત નું ઘરેણું છે, તેઓ જુનાગઢ નું સોનું છે. લોક સાહિત્ય નાં હાસ્ય કલાકાર ડો. નિર્મળદાન ગઢવી એ કહ્યું કે ગરવી ગુજરાત નાં લોકસંગીત નું જેમને ઘરેણું કહી શકાય, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે જેવા અનેક લોકગીતો વિશ્વ પ્રસિદ્ધ થયા છે.તેવા આદરણીય દિવાળી બેન ભીલ આપણા સૌનું ગૌરવ છે. લોકગાયક અમુદાન ગઢવી એ કહ્યું કે મેં જેમની સાથે ઘણા પ્રોગ્રામ કરીયા છે . તેવા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ની પ્રતિમા જુનાગઢ ખાતે મુકવામાં આવી રહી છે તે જુનાગઢ વાસી માટે ગૌરવની વાત છે. હાસ્ય કલાકાર માયા ભાઈ આહીર એ જણાવ્યું કે જુનાગઢ ની માટી નાં સૂર એટલે પદ્મશ્રી દિવાળીબેન ભીલ નાં સૂર. દિવાળી માઁ ને કોટી કોટી વંદન સાથે જુનાગઢ માં તેમની પ્રતિમા સ્થાપિત થઇ રહી છે તે બદલ ખુબ ખુબ આનંદ ની લાગણી અનુભવી રહ્યા છીએ. લોક કલાકાર ગઢવી મનહરભાઈ એ હીરા માણેક નાં સંસ્થાપક હાર્દિક ભાઈ હુંડીયા દ્વારા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ની પ્રતિમા જુનાગઢ ખાતે મુકવામાં આવી રહી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આદરણીય દિવાળી બેન આહીરે ખુબ ખુબ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પદ્મશ્રી દિવાળીબેન ભીલ એટલે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, ગુજરાત નું ઘરેણું છે. તેઓને અમર બનાવવા માટે જુનાગઢ ખાતે હીરા માણેક નાં સંસ્થાપક હાર્દિક ભાઈ હુંડીયા દ્વારા તેમનું સ્ટેચ્યુ મુકવામાં આવી રહ્યું છે તે ખુબ જ સુંદર વાત છે. હાસ્ય કલાકાર અને સાહિત્યકાર હેમંતભાઈ લાખાણી એ પદ્મશ્રી દિવાળીબેન ભીલ નું લોક પ્રિય ગીત હું તો કાગળિયાં લખી લખી થાકી ને યાદ કરી ને કહ્યું કે આવો એક કાગળ હીરા માણેક ગ્રુપ તથા હાર્દિક ભાઈ હુંડીયા ને મળ્યો હશે અને તેઓને દિવાળી માઁ ની પ્રતિમા સ્થાપિત કરવા નો વિચાર આવ્યો. હીરા માણેક ગ્રુપ જેવું ગ્રુપ કલા જગત માટે મળી જાય તો તેનાથી સ્વર અને સંસ્કૃતિ નો વારસો જળવાઈ રહે. લોક ગાયક રાજુભાઇ ભટ્ટે જણાવ્યું કે જુનાગઢ ની માટી નો સ્વર જેને લોક સંગીત નો સ્વર કહી શકાય તેવા પદ્મશ્રી દિવાળીબેન ભીલ આપણા સૌના હર્દયસ્થ છે કચ્છ ભંજનાદી પાલુભાઈ ગેલવા એ જણાવ્યું કે આપણાં લોક સંગીત નું રતન, આપણા જુનાગઢ નું રતન છે. લોક સંગીત માં પદ્મશ્રી દિવાળીબેન ભીલ નું નામ તેમના સ્વર અને મર્યાદા ની સાથે અમર છે. હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે આ પ્રતિમાની સ્થાપના સાથે, આદરણીય પદ્મશ્રી દિવાળી બેન ભીલ યુગો સુધી અમર રહેશે. હીરા માણેક ગ્રુપ નાં સંસ્થાપક હાર્દિક હુંડીયા એ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર ધર્મેશ ભાઈ પોસીયા, કોર્પોરેટર બાલાભાઈ રાડા, આદરણીય દિવાળી બેન નાં ભત્રીજા વિજયભાઈ ભીલ નો આ અતિ પવિત્ર કાર્ય ને સફળ બનાવવા માં સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.