
મુંબઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન ચલાવી રહી છે. ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે આજે ઉત્તર મુંબઈના બોરીવલીમાં અટલ સ્મૃતિ ઉદ્યાન ખાતે “આંગણવાડી મિલન” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે, ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે આંગણવાડી સેવિકાઓ સાથે વાતચીત કરી. આંગણવાડી સેવિકાઓએ પણ તેમના નેતા સાથે તેમની જરૂરિયાતો અને કાર્યપદ્ધતિઓ શેર કરી. આંગણવાડી કાર્યકરોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
આંગણવાડી સેવિકાઓને શાલ અને ભેટવસ્તુ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર મુંબઈ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી શીતલ આંબ્રે, ભાજપ ઉત્તર મુંબઈ મીડિયા પ્રભારી નીલા બેન સોની, નગરસેવિકા સર્વ ડૉ.શિલ્પા સાંગોરે, જીજ્ઞાસા શાહ, એડવોકેટ સીમા શિંદે, શ્વેતા કોરગાંવકર, ભાજપ બોરીવલી પ્રમુખ સુરેખા ઠોકે, મહિલા મોરચાના જયશ્રી જયશ્રી પાટિલ, ત્રિબાલા ભારતીય સંયોજક સી.સી. ડી. સોની, અલકા ખેરિયા, મનીષા વ્યાસ, રીના નિકમ સહ અનેક મહિલા પદાધિકારી તેમજ બહોળી સંખ્યામાં આંગણવાડી સેવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
