દહીંસર ચેકનાકાથી કાશીગાવ સુધી મેટ્રો ટ્રાયલ આજે થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ફડનવીસ બંન્ને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે બીજેપીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા તેમ જ શિંદે જૂથના વિધાનસભ્ય મંત્રી પ્રતાપ સરનાઈક અને અન્ય નેતાઓ ઉપસ્થિત હતા. ટ્રાયલ રન સફળ થયા બાદ એક મહિનામાં આ રૂટ પર મેટ્રો દોડતી થશે
જો કે મીરાંભાયંદર મેટ્રો માટે હજી વર્ષ પ્રતીક્ષા કરવી પડશે. આ માટે પ્રતાપ સરનાઈક અને નરેન્દ્ર મહેતા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે