0

Share

ડૉ. કલાશ્રી બર્વે એટલે કલા, સંવેદના અને સામાજિક નિસ્બતનો ત્રિવેણી સંગમ

Post details:

ree

ree

ડૉ. કલાશ્રી બર્વે કલા સાહિત્ય, સિનેમા સર્જન અને સમાજ સેવાના ક્ષેત્રોનો ભાગ્યે જ જોવા મળતો સંગમ છે. મુંબઈની આ બહુપક્ષીય પ્રતિભાએ પોતાની આગવી ઓળખ બનાવી છે. શું એક વ્યક્તિ ચિત્રકામ, કલા દિગ્દર્શન, કવિતા, લેખન, આધ્યાત્મિકતા, પ્રેરક વિચારસરણી અને ફિલ્મ દિગ્દર્શન કરી શકે? અને તે પણ અસરકારક રીતે ? હા, જવાબ છે ડૉ. કલાશ્રી બર્વે.

આ વિદ્વાન મહિલાએ સર્જનાત્મકતા અને સામાજિક ચેતનાને જોડીને અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. પછી ભલે તે ચિત્રકામનો કેનવાસ હોય, સિનેમાનો પડદો હોય, વૈચારિક સપાટી હોય કે લેખન માટેનો કાગળ હોય, તેમના અભિવ્યક્તિમાં એક અસાધારણ પરીણામ સાંપડે છે.

સાહિત્ય, કલા, કવિતા, સિનેમેટિક કૃતિઓ દ્વારા વિવિધ સંવેદનાઓને પ્રોત્સાહન આપવા અને સામાજિક ચેતનાને ઉજાગર કરવામાં ડૉ. બર્વે અદ્ભુત નિપુણતા ધરાવે છે. કલાજીની એક દુર્લભ સિદ્ધિ એ છે કે તેઓ હંમેશા તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ટૂંકી ફિલ્મો, ચિત્રો, કવિતાઓ, વિચારો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાજાકતતા, સંવેદનશીલતા, વિચારશીલતા, સામાજિક મુદ્દાઓ અને કલાત્મક દ્રષ્ટિકોણને અર્થપૂર્ણ બનાવે છે.

ચિત્રકામ અને કલા દિગ્દર્શનમાં, તેમણે પરંપરાગત ભારતીય કલાને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરીને અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડીને એક કલાકારની આવશ્યક ફરજ બજાવી છે. તેમની કવિતાઓમાં ભગવાન, આધ્યાત્મિકતા, પ્રકૃતિ, પર્યાવરણ, રાષ્ટ્ર અને દેશભક્તિ જેવી લાગણીઓ અને ઉદ્દેશો એક અનોખા અર્થ સાથે ઉભરી આવે છે. આમ આદમીને મનોરંજન પીરસવા કરવા સાથે

તેઓ વિચારવા માટે પણ મજબૂર કરે છે. સમાજ સેવાના ક્ષેત્રમાં તેઓ મહિલાઓ, બાળકો અને જરૂરિયાતમંદો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં સામેલ છે.

તેઓ માને છે કે કલા ફક્ત મનોરંજન કે પૈસા કમાવવા માટે નહીં, પરંતુ સામાજિક જાગૃતિ, માનવ સશક્તિકરણ, સાંસ્કૃતિક પ્રગતિ, રાષ્ટ્રીય જવાબદારી અને માનવ ઉત્થાનનું માધ્યમ બનવા માટે કટિબદ્ધ હોવી જોઈએ. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તેઓ વિવિધ સંગઠનો માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ એવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે જ્યાં તેમણે યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. તેમના વ્યક્તિત્વમાં સર્જનાત્મકતા, સંવેદનશીલતા અને સામાજિક પ્રતિબદ્ધતાનો એક અનોખો સંગમ જોવા મળે છે. આ કારણોસર, ડૉ. કલાશ્રી બર્વેનું જીવન અને કવન પ્રેરણાસ્ત્રોત છે. શારીરિક મર્યાદાઓથી ઉપર ઉઠીને, તેમણે પોતાની સર્જનાત્મકતા, સખત મહેનત, દ્રઢતા અને નિષ્ઠા દ્વારા સાબિત કર્યું છે કે જ્યારે સંકલ્પ મજબૂત હોય છે, ત્યારે કોઈપણ પડકાર કે સિધ્ધિની પ્રાપ્તિ અશક્ય નથી.

ડૉ. કલાશ્રી બર્વે કલા-ધર્મ, સામાજિક નિસ્બત, માનવીય સંવેદનાઓ અને મજબૂત વિચારોના ઊંડાણનું એક અનોખું ઉદાહરણ છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.