0

Share

*જીવદયા ખાતામાં કરોડોના ફંડ હોવા છતાં પણ તકલીફ શા માટે? : હાર્દિક હુંડીયા*

Post details:

ree

જીવદયા નો થયો શંખનાદ

અબોલ જીવોની હિંસા અટકાવવા શરૂ થયો છે મહાયજ્ઞ.

મુંબઈ

ઓલ ઈન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન (આઈજા) ના રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયા ના નેતૃત્વ હેઠળ ચાલો કંઈક નવું કરીએ… “વો અબોલે –હમ બોલે ” જીવદયા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના સંયોજક હાર્દિક હુંડીયાએ મરાઠી ભાષામાં હાજર રહેલા જીવદયા પ્રેમી મહાનુભાવોનું સ્વાગત કરતા કહ્યું કે

માઝે પ્રિય જીવદયા પ્રેમીનો, મહારાષ્ટ્રા ચા યા પવિત્ર ભૂમિ વર હાર્દિક હુંડીયા મુંબઈ મધે તુમચા સર્વાચેં મના પાસુન સ્વાગત કરતો.

“વો અબોલે – હમ બોલે અબોલ જીવો કે લીયે કબ બોલે”?

આજ નાં દિવસે એટલે કે ૧૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ મુંબઈમાં ૨૦૧૧માં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોની વરસીની યાદમાં મૃતઆત્માઓને એક મિનિટના મૌનથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મુંબઈના અંધેરી પશ્ચિમ ખાતે આવેલા નવનીત ગુજરાતી સમાજ હોલ ખાતે યોજાયેલી “વો અબોલે – હમ બોલે ” જીવદયા ચર્ચા પરિષદમાં પશુ કલ્યાણ કાર્યકર્તાઓ અને ગૌરક્ષકો નાં ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો.

ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એશોસિયેશન નાં સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયા નાં નેતૃત્વ માં આયોજિત આ કાર્યક્રમમાં એવા શ્રેષ્ઠ વ્યક્તિઓ એકત્રિત થયા હતા જેમણે અબોલ જીવો ની રક્ષા માટે, તેમની સુરક્ષા માટે સુરક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે.

આ પરિષદમાં જીવદયાની કામગીરીને સમર્પિત વ્યક્તિઓનાં સાહસ અને ત્યાગભરી પ્રેરણાદાયક વાતો અને પ્રસંગો માટે એક શક્તિશાળી મંચ રૂપે કાર્ય કર્યું.

અસંખ્ય પશુ કલ્યાણ કાર્યકરો એ આ મંચ પર આવીને કહ્યું કે કેવી રીતે તેઓએ પોતાનું જીવન જોખમમાં મૂકી અસહાય પશુઓને કસાઈખાનામાં જતાં બચાવ્યા હતા.

વિશિષ્ટ વક્તાઓમાં, ડીસાથી પધારેલા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણી એ જણાવ્યું કે તેમણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના કાયદેસર રીતે ગુજરાતમાં અનેક ગેરકાયદેસર ચાલતા કસાઈખાનાઓ બંધ કરાવ્યાં. આ તેમની મહત્ત્વપૂર્ણ માહિતી એ દર્શાવે છે કે અબોલ જીવો કી રક્ષા કે લીયે કાયદાકીય પ્રયાસો કેટલાં અસરકારક થઈ શકે છે.

ધાનેરાના જીવદયા પ્રેમી પારસભાઈ સોની એ ૬,૦૦૦ કાચબાઓને બચાવવાની અદભુત વાત શૅર કરી, જેનાથી વિવિધ પ્રાણીઓ માટે રક્ષણની કેટલી જરૂર છે તે દર્શાવાયું.

મુંબઈમાં તાજેતરમાં તોડવામાં આવતા કબૂતરખાનાઓને બચાવવા માટે કાર્યરત સ્નેહા વિસારિયા અને તેમની ટીમે પોતાની હકીકતો જણાવતા શહેરમાં પ્રાણી રક્ષણના કાર્યમાં આવતી કઠિનાઈઓને રજૂ કરી.

ચીખલીના મહાવીર શ્રીશ્રીમાલ ના અનુકરણીય કાર્યોને પણ ખાસ પ્રશંસા મળી. અનેકવાર તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અસહાય અને નિર્દોષ જીવોને બચાવવાનું કાર્ય કર્યું છે. તેમના ત્યાગભર્યા જીવન ને “મોટા પ્રેરણા સ્ત્રોત” તરીકે ઓળખી શકાય.

ભાવિન ગઠાણી દ્વારા પણ ઘણી સરાહનીય જીવદયા પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેને પણ પ્રશંસા મળીછે.

પશુ સુરક્ષા માટેના સંયુક્ત પ્રયાસોની મહત્તા પર હાર્દિક હુંડીયા એ ભાર મૂક્યો અને ઘણા લોકોને પશુ કલ્યાણ આંદોલનમાં જોડાવા પ્રેરિત કર્યા.

સમાજ સેવી વસંત ગલિયા એ પણ તેમના અનુભવો શેર કરતા કહ્યું કે તેમણે શહેરમાં પિંજરામાં કેદ કરાયેલા નાનાં પોપટ અને લવ બર્ડ વગેરેના વેચાણ પર કાયદેસર કાર્યવાહી કરીને રોક લગાવી અને આજદિન સુધી તેઓ જીવદયાની સેવામાં અવિરત કાર્ય કરી રહ્યાં છે.

આ સમગ્ર “જીવદયા ચર્ચા પરિષદ” નું મુખ્ય ઉદ્દેશ એ હતો કે

જીવદયા ના નામે ચાલતા વેપારને બંધ કરવો,

અબોલ જીવોની હિંસા અટકાવવી,

તથા ભારતમાં સતત વધતા જતાં માંસાહાર પર રોક લાવવા માટે સમાજ ને જાગૃત કરવો. હાર્દિક હુંડીયા નાં નેતૃત્વ માં

નવનીત ગુજરાતી સમાજ હોલમાં થયેલાં આ પરિષદમાં જેઓએ પોતાનું જીવન અબોલ જીવોના રક્ષણ માટે સમર્પિત કર્યું છે તેઓનો ઉપસ્થિત ઉત્સાહ પ્રસંશનીય હતો.

આ પરિષદ એક શક્તિશાળી મંચ સાબિત થયું છે જે જીવનદાયક ચિંતન અને કાર્ય માટે લોકોમાં નવી ઉમંગ જગાવી ગઈ.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.