0

Share

ચીન વિરુદ્ધ તાઇવાનને સુરક્ષા પૂરી પાડતું સિલિકૉન શિલ્ડ….

Post details:



એક ટાપુ રાષ્ટ્ર કે જેનું કદ ક્યુબા જેટલું પણ નથી, છતાં તે વિશ્વની એક મહાશક્તિ સામે ઊભા રહેવાની હામ કેવી રીતે ભીડી શકે છે? પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના (ચીન) તથા તેના પાડોશી દેશ તાઇવાન વચ્ચેનું અંતર માત્ર 180 કિલોમીટર છે. તાઇવાનની ભાષા તથા તેના પૂર્વજ ચાઇનીઝ છે, છતાં ત્યાં અલગ રાજકીય વ્યવસ્થા છે અને તે જ ચીન તથા તાઇવાનની વચ્ચે દુશ્મનાવટનું કારણ પણ છે. તાઇવાનની ખાડીની એક તરફ ચીન છે, જેની વસતિ લગભગ 130 કરોડ છે અને ત્યાં એકપક્ષીય રાજવ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ તાઇવાન છે, જ્યાં લગભગ બે કરોડ 30 લાખ લોકો લોકતાંત્રિક વ્યવસ્થામાં રહે છે. વર્ષ 1949થી ચીન તથા તાઇવાનની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે તાઇવાન આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સ્થાન નથી મેળવી શકતું તથા તેને મર્યાદિત આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. દુનિયાના માત્ર 13 દેશ જ તાઇવાનનો ‘સ્વતંત્ર રાષ્ટ્ર’ તરીકે સ્વીકાર કરે છે. બીજી બાજુ, ચીન તેને પોતાનાથી અલગ થયેલો ‘વિદ્રોહી પ્રદેશ’ માને છે. વર્ષ 2005માં ચીને ભાગલાવાદવિરોધી કાયદો પસાર કર્યો હોત, જે તાઇવાનને બળજબરીપૂર્વક ચીનમાં ભેળવવાનો તેના રાજનેતાઓને અધિકાર આપે છે. આની જોગવાઈ મુજબ જો તાઇવાન ખુદને ‘સ્વતંત્ર રાષ્ટ્ર’ જાહેર કરે, તો ચીનની સેના તેના ઉપર હુમલો કરી શકે છે, પરંતુ વર્ષોના તણાવ અને ધમકીઓ પછી તાઇવાને એક વ્યૂહરચના ખોળી કાઢી છે, જેના કારણે ચીન તેની ઉપર હુમલો કરતાં ખચકાય છે. ચીનની સરકાર વારંવાર એવી ધમકી આપી છે કે તે તાકતના જોરે તાઇવાનને ચીન સાથે ભેળવી દેશે. તાઇવાનનાં લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ સાઈ ઇંગ-વેન અને અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મૅકાર્થી વચ્ચે કૅલિફોર્નિયામાં મુલાકાત થઈ. ગત વર્ષે નૅન્સી પૉલેસીએ તાઇવાનની રાજધાની તાઇપેઈની મુલાકાત લીધી હતી એ પછી મૅકાર્થી પણ મુલાકાત લેવા માગતા હતા, પરંતુ એના બદલે રાષ્ટ્રપ્રમુખ ઇંગ-વૅને અમેરિકાની મુલાકાત લીધી હતી. પૉલેસીની મુલાકાત પછી ચીન દ્વારા તાઇવાનની રાજધાની ઉપરથી પસાર થાય એ રીતે મિસાઇલ્સ છોડવામાં આવી હતી. ચીન દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી. તાજેતરની મુલાકાત પહેલાં ચીને ધમકી આપી હતી કે તાઇવાનના મુદ્દે અમેરિકા આગની સાથે રમી રહ્યું છે. ચીન દ્વારા તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા યિંગ-જેયુને ચીનનાં પાંચ-શહેરોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. 1949માં તાઇવાન અસ્તિત્વમાં આવ્યું, તે પછી પહેલી વખત ચીને ત્યાંના કોઈ રાષ્ટ્રપ્રમુખને મૅઇનલૅન્ડ ચાઇનામાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. યિંગ-જેયુ અને ચીન ‘બધા ચાઇનીઝ’ હોવાની વાત કહે છે, પરંતુ તાઇવાનનો એક મોટો વર્ગ આ વાત સાથે સહમત નથી જણાતો. યિંગ-જેયુની પાર્ટીનો દાવો છે કે તે ચીન સાથે યુદ્ધ અટકાવી શકે છે. અમેરિકા દ્વારા વર્ષ 1979માં ચીનને માન્યતા આપવામાં આવી હતી. તાઇવાનની આ વ્યૂહરચના ‘સિલિકૉન શિલ્ડ’ની જેમ કામ કરે છે. તાઇવાન માટે તે એક એવું ‘હથિયાર’ છે, જેને કોઈપણ દેશ નજીકના સમયમાં સરળતાથી બનાવી શકે તેમ નથી. તે તાઇવાનનો મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ પણ છે. ફાઇટર જેટથી લઈને સોલાર પેનલ અને વીડિયો ગેમ્સથી લઈને તબીબી ઉપકરણો આ ઉદ્યોગ ઉપર આધારિત છે. તાઇવાન દુનિયાભરમાં ખૂબ જ ઉન્નત પ્રકારની સેમિકંડક્ટર ચિપ્સનું અગ્રણી ઉત્પાદક છે, જેના કારણે જ ચીનની સેના તેની ઉપર હુમલો નથી કરી શકતી. દુનિયાના આ સૅક્ટર ઉપર એટલી મોટી અસર પડી શકે છે કે ચીને તેની ભારે આર્થિક કિંમત ચૂકવવી પડે. આ યુદ્ધ એટલું મોંઘું પડી શકે છે કે કદાચ ચીન હુમલો કરવાનું ટાળે. દુનિયાના અન્ય દેશોની જેમ ચીન પણ તાઇવાનમાં નિર્મિત ઍડવાન્સ્ડ સેમિકંડક્ટર ચિપ્સ માટે તેના ઉપર આધાર રાખે છે. વિશેષ પ્રકારની આ ચિપ્સ પર સેમિકંડક્ટર સર્કિટ બનાવવામાં આવે છે. આ ચિપ સિલિકૉનની બનેલી હોય છે. દુનિયાની લગભગ દરેક ટેકનિકલ વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. શીતયુદ્ધ સમયે ‘MAD સિદ્ધાંત’ (મ્યુચુઅલ ઍશ્યોર્ડ ડિસ્ટ્રક્શન) પ્રચલિત હતો, મતલબ છે કે બંનેની બરબાદી નિશ્ચિત છે. તાઇવાનની ખાડીમાં કોઈ સૈન્ય કાર્યવાહીની અસર એટલી વ્યાપક હશે કે ચીન કે અમેરિકા પણ તેની આડઅસરથી બચી નહીં શકે. આ સંજોગોમાં ‘સિલિકૉન શિલ્ડ’ એક અસરદાર હથિયારની જેમ ચીનની સેના સામે તાઇવાનને સુરક્ષિત રાખે છે. તાઇવાન ઉપર હુમલાની કિંમત એટલી મોટી હશે કે ચીનની સરકારે હુમલો કરતાં પહેલાં વારંવાર વિચારવું પડશે. આમ છતાં હજુ સુધી નાનકડા એવા તાઇવાન સામે ચીન કોઈ સૈન્ય કાર્યવાહી નથી કરી શક્યું. આથી સ્પષ્ટ છે કે તાઇવાનનું ‘સિલિકૉન શિલ્ડ’ ખૂબ જ અસરકારક છે. જો દુનિયાનાં ટેકનિકલ સાધનોને કાર્યરત્ રાખવા માટે તાઇવાન આટલું મહત્ત્વપૂર્ણ ન હોત, તો શક્ય છે કે અત્યાર સુધીમાં ચીને તાઇવાનની ઉપર કબજો જમાવી લીધો હોત. વર્ષ 1996માં તાઇવાનની ખાડીમાં તણાવ પેદા થયો હતો. તે સમયે અમેરિકાએ તેના ફાઇટર જેટના બે સમૂહ તાઇવાનની મદદ માટે મોકલ્યા હતા, જેથી કરીને તાઇવાનને ધ્યાનમાં રાખીને ચીન દ્વારા હાથ ધરવામાં આવેલો સૈન્ય અભ્યાસ અટકાવી શકાય. એ કવાયતમાં મિસાઇલ ફાયર કરવાનો અભ્યાસ પણ સામેલ હતો. કોવિડ-19 પછી વિશ્વભરની કંપનીઓ ચીનની ઉપરનો આધાર ઘટાડી રહી છે અને ‘ચાઇના +1’ની વ્યૂહરચના ઉપર કામ કરી રહી છે. એવી જ રીતે સપ્લાય ચેઇનમાં વૈવિધ્ય લાવવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા સૈન્ય દૃષ્ટિએ જરૂરી સિલિકૉન ચિપ અને તેને લગતી સુવિધા ઉત્પાદિત કરવા માટે તજવીજ હાથ ધરી છે….

ree


Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.