0

Share

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ધીરી પણ મક્કમ ગતિએ પ્રગતિના સોપાન સર કરી રહી છે.

Post details:

ree

ree

ree

ફિલ્મ ઉદ્યોગ ધીરી પણ મક્કમ ગતિએ પ્રગતિના સોપાન સર કરી રહી છે. નવી પેઢીના સર્જકો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવવાનું સાહસ દર્શાવી રહ્યા છે. તો દર્શકો પણ સારી ફિલ્મો હોય તો એ માણવામાં પછી પાની કરતા નથી. મે મહિનામાં રિલીઝ થયેલી અને મેં જોયેલી ત્રણે ફિલ્મો અલગ અલગ વિષય ધરાવતી હતી. જેમાં શસ્ત્ર સાયબર ક્રાઇમ પર આધારિત હતી તો જય માતાજીમાં વૃદ્ધાશ્રમમાં રહેતાં વડીલોની મનઃસ્થિતિ વર્ણવવામાં આવી હતી. જ્યારે ભ્રમ સાયકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે.

શુક્રવારે રિલીઝ થયેલી ભ્રમના કેન્દ્રમાં છે ૪૨ વર્ષીય માયા (સોનાલી લેલે દેસાઈ) જે ડિમેન્શિયાથી પીડાય છે. માયાની દીકરી શ્રદ્ધા (નિષ્મા સોની) અને માયાનો કેરટેકર મેહુલ (મિત્ર ગઢવી). ડિમેન્શિયાને કારણે ભ્રમમાં જીવતી માયા વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનો ભેદ પારખી શકતી નથી. ઘરમાં પણ એનો કે દીકરીનો રૂમ, કિચન કઈ બાજુ છે એ દર્શાવતા પ્લે કાર્ડ દીવાર પર લગાડેલા છે. તો માયા અને શ્રદ્ધાની જિંદગીનો એક માત્ર આધાર કેરટેકર મેહુલ છે.

ભ્રમમાં જીવતી માયા વહેલી સવારે લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં પડેલી શ્રદ્ધાને જુએ છે. અને ડરના માર્યા માયા પોલીસને જાણ કરે છે. હત્યાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર (અભિનવ બેન્કર) માયાના ઘરે પહોંચે છે. મેહુલ અને માયાના ડૉક્ટર ઈન્સ્પેક્ટરને સમજાવવાનો પ્રયાસ કરે છે કે કોઈની હત્યા નથી થઈ પણ ચિત્તભ્રમની દશામાં રહેતી માયાનો આ ભ્રમ છે. આમ છતાં પોલીસ ઘરની તપાસ કરે છે અને બધાના આશ્ચર્ય વચ્ચે ઘરનોકરની લાશ પટારામાંથી મળી આવે છે. ઘરમાં માયા, મેહુલ અને શ્રદ્ધા જ હતા તો આ ત્રણમાંથી જ કોઈ હત્યારો હોવાની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ કરે છે.

પલ્લવ પરીખ અને કલ્પ ત્રિવેદી લિખિત પટકથા એકદમ ચુસ્ત છે. એક પછી એક ઘટના એટલી ઝડપથી બનતી જાય છે કે દર્શકોને વિચારવાનો સમય જ નથી મળતો. તો ફિલ્મ જોતી વખતે મનમાં વિચાર્યું હશે એના કરતાં સાવ વિપરીત અંત જોઈને દર્શકો અચંબિત થઈ જાય છે.

અભિનયની વાત કરીએ તો ચારેય મુખ્ય કલાકારોનું પર્ફોર્મન્સ જબરજસ્ત છે. મનોરોગીના પડકારજનક પાત્રને સોનાલી લેલે દેસાઈએ બખૂબી ભજવ્યું છે. તો કરિયરની બીજી ફિલ્મમાં શ્રદ્ધાનું પાત્ર ભજવતી નિષ્મા સોની દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. જ્યારે અભિનવ બેન્કર કોઈ પણ ભોગે ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલવા માગતા પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રને જીવી જાય છે. તો કેરટેકર મેહુલની ભૂમિકા ભજવનાર મિત્ર ગઢવીએ એની અત્યાર સુધીની કરિયરનું શ્રેષ્ઠ પરફોર્મન્સ ભ્રમમાં આપ્યું છે.

સાયકોલૉજી થ્રિલર ભ્રમની ગતિને તીવ્ર બનાવવામાં પાર્શ્વ સંગીત મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મમાં એક જ ગીત છે જે બેકગ્રાઉન્ડમાં વાગે છે.

ફિલ્મ અદ્ભુત બની છે એની ના નહીં, પણ એક વાત ખટકે એવી છે. જેમકે એક મહિલા મનોરોગી માયાના કેરટેકર તરીકે એક પુરુષ કેમ?

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.